ગુજરાતી ખમણ ઢોકળા બનાવવાની રીત
ખમણ ઢોકળાની આ સરળ રેસીપી દ્વારા તમે ૨૦ મિનિટમાં મુલાયમ અને સ્પંજી ગુજરાતી ઢોકળા બનાવી શકો છો, તમારે ખીરું તૈયાર કરવા માટે ૮ અથવા ૧૨ કલાકની જરૂર નથી. તાત્કાલિક મુલાયમ ઢોકળા બનાવવા માટે તેમાં બેસનની સાથે ઇનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કર્યો છે. ઘરે સરળતાથી પરંપરાગત ખમણ બનાવવા માટે અમારી ઢોકળા રેસીપીના દરેક સ્ટેપ ફોટાની સાથે અનુસરો અને જુઓ કે તે બનાવવામાં કેટલા સરળ છે.

પૂર્વ તૈયારીનો સમય: ૫ મિનિટ
પકાવવાનો સમય: ૧૫ મિનિટ
કેટલા લોકો માટે: ૪
સામગ્રી: |
ખીરું બનાવવા માટે: |
૧ કપ બેસન (ચણા નો લોટ) |
૧ ટેબલસ્પૂન સોજી (રવો), (વૈકલ્પિક) |
૧&૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ |
૧ ટીસ્પૂન ઇનો પાઉડર (ઇનો ફ્રૂટ સોલ્ટ) |
૧ ટીસ્પૂન લીલા મરચાં-આદું છીણેલા |
૩/૪ કપ પાણી |
૧/૪ કપ દહીં |
૧ ટીસ્પૂન તેલ (થાળી ચીકણી કરવા માટે) |
૧/૨ ટીસ્પૂન મીઠું, (અથવા સ્વાદ પ્રમાણે) |
વઘાર માટે: |
૨ ટેબલસ્પૂન તેલ |
૧૦-૧૫ લીમડાના પાન |
૧/૨ ટીસ્પૂન રાઈ |
૧/૨ ટીસ્પૂન જીરું, (વૈકલ્પિક) |
૧ ટીસ્પૂન તલ |
૧ ટેબલસ્પૂન ખાંડ |
૪ લીલા મરચાં, લંબાઈમાં કાપેલા |
૨ ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા |
૨ ટેબલસ્પૂન છીણેલું તાજું નારિયેળ, (વૈકલ્પિક) |
૧ ચપટી હીંગ |
૧/૩ કપ પાણી |
ખીરું અને ઢોકળા બનાવવાની વિધિ:
- ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે બધી સામગ્રી તૈયાર રાખો. ઢોકળા બનાવવાના વાસણમાં (ઢોકળિયામાં) લગભગ ૨-૩ કપ પાણી નાખોં અને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. પ્લેટ રાખતા પહેલા ઢોકળા બનાવવાના વાસણને ઓછામાં ઓછી ૪-૫ મિનિટ માટે ગરમ કરો. ૨ નાની થાળીને (૪-૫ ઇંચ વ્યાસવાળી અથવા જે પણ ઢોકળા બનાવવાના વાસણમાં સરળતાથી રાખી શકાય) ૧ ટીસ્પૂન તેલ લગાવીને ચીકણી કરી લો.
- એક મોટા બાઉલમાં બેસન, સોજી, લીંબુનો રસ, લીલા મરચાં-આદુંની પેસ્ટ, દહીં, ૩/૪ કપ પાણી અને મીઠું નાખોં. તેને બરાબર ચમચીથી મિક્ષ કરો. ખીરામાં ગાંઠ ન હોવી જોઈએ.
- હવે તેમાં ઇનો પાઉડર નાખીને ૧ મિનિટ સુધી હલાવો, ખીરું લગભગ બેગણું થઈ જશે.
- હવે, તરત જ તેલ લગાવેલી થાળીમાં ખીરું નાખોં, થાળીની ૧/૨ ઇંચ ઉંચાઇ સુધી જ ખીરું નાખોં.
- ઢોકળિયામાં એક સ્ટેન્ડ મૂકો અને તેની ઉપર ખીરું નાખેલી થાળી મૂકીને મધ્યમ આંચ પર ૧૦-૧૨ મિનિટ માટે વરાળમાં પકાવો.
- ૧૦-૧૨ મિનિટ પછી, ઢોકળામાં વચ્ચે એક ચાકૂ નાખીને જુઓ, જો ચાકૂમાં ખીરું ન ચિપકે, તો ઢોકળા ચડી (ચડી) ગયા છે નહીતર વધારે ૨-૩ મિનિટ સુધી પકાવો.
- ગેસને બંધ કરી દો. ઢોકળાની થાળી ઢોકળિયામાંથી બહાર કાઢો અને થોડી મિનિટ માટે ઠંડા થવા દો. ખમણ ઢોકળાને ચાકૂથી નાના નાના ટુકડાઓમાં કાપો.
- એક નાના પેનમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં રાઈ અને હીંગ નાખોં. જ્યારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં જીરું, તલ, લીમડાના પાન અને લીલા મરચાં નાખીને થોડી સેકંડ માટે સાંતળો.
- તેમાં ૧/૩ કપ પાણી અને ખાંડ નાખોં અને તેને ઉકળવા મૂકો; એક ઊભરો આવે પછી એક મિનિટ માટે પકાવો. વઘાર તૈયાર છે તેને ઢોકળા પર નાખીને ઢોકળાને ધીમેથી ઉછાળો જેથી વઘાર બરાબર રીતે લાગી જાય.
- તેને કાપેલા લીલા ધાણા અને છીણેલા નારિયેળથી સજાવીને લીલા ધાણાની ચટણી સાથે પીરસો.
- એક ૩ અથવા ૫ લીટર ક્ષમતાવાળા એલ્યુમિનિયમ/સ્ટીલ પ્રેશર કૂકરમાં ૧.૫-૨ ગ્લાસ પાણી નાખોં અને ખીરાથી ભરેલી પ્લેટ રાખતા પહેલા ૪-૫ મિનિટ માટે મધ્યમ આંચ પર ગરમ કરો.
- એક નાનું બાઉલ અથવા એક સ્ટેન્ડ પ્રેશર કૂકરમાં મૂકો અને ખીરું ભરેલી થાળી તેની ઉપર મૂકો. તમે ઢોકળા સ્ટેન્ડનો ઉપયોગ પણ કરી શકો છો.
- પ્રેશર કૂકરની સીટી હટાવો અને ઢાંકણને બંધ કરો. ૧૫ મિનિટ માટે મધ્યમ આંચ પર પકાવો. ૧૫ મિનિટ પછી ઢાંકણ ખોલીને એક ચાકૂ ઢોકળામાં નાખોં અને તપાસી લો કે ઢોકળા ચડી ગયા છે કે નહીં. જો નહીં તો તેને વધારે ૫ મિનિટ માટે પકાવો.
- જો તમે વધારે માત્રામાં ઢોકળા બનાવી રહ્યા છો તો દરેક બેચમાં પ્રેશર કૂકરમાં પાણી નાખવાનું ન ભુલશો.
- ઉપરની રેસીપીમાં (ઇનો ફ્રૂટ સોલ્ટ નાખ્યા પહેલા) સ્ટેપ-૨ માં ખીરાને ૧૦ મિનિટ માટે સેટ થવા એકબાજુ રાખી દો.
- ૧૦ મિનિટ પછી, માઇક્રોવેવ સેફ બાઉલને તેલથી ચીકણું કરી લો અને તેમાં ખીરું નાખો.
- તેને ઢાંકણથી અથવા પ્લેટથી ઢાંકી દો અને તેને ઊંચા સેટિંગ પર ૨.૫ થી ૩ મિનિટ માટે પકાવો.
- ૨.૫ મિનિટ પછી, માઇક્રોવેવમાંથી બાઉલ કાઢી લો અને તે ચડી ગયા છે કે નહીં તે ચેક કરવા માટે તેમાં વચ્ચે ટૂથપિક નાખો. જો તે સાફ બહાર આવે તો તે ચડી ગયા છે નહિતર તેને વધારે ૨૦-૩૦ સેકંડ માટે ચડવા (પકાવો) દો.
- જો તમે તેને વધારે પકાવશો તો તે કઠણ થઈ જશે તેથી ધ્યાન રાખો કે જો તમારે વધારે સમય પકાવવાની જરૂર હોય તો તેને દર ૩૦ સેકંડ ચેક કરતા રહો.
- ઢોકળા પકાવવાનો સમય જુદા જુદા માઇક્રોવેવના સેટિંગ અને કેટલું ખીરું લીધું છે તેના પર આધારિત છે.
- એક ઊંડું અને પહોળું (ઢોકળાની પ્લેટ કરતાં પહોળું) ઢાંકણ સાથેનું વાસણ (તપેલી) લો. ઢોકળાની પ્લેટ વાસણ કરતાં નાની હોવી જોઈએ જેમાં આપણે વરાળથી પકાવવાના છીએ.
- તે વાસણમાં ૧-૨ ગ્લાસ પાણી નાખો અને તેમાં સ્ટેન્ડ મૂકીને તેની ઉપર ઢોકળાની પ્લેટ (ખીરું નાખેલી) મૂકો અને તેને ઢાંકણથી ઢાંકી દો.
- તેને મધ્યમ આંચ પર ૧૨-૧૫ મિનિટ માટે વરાળમાં પકાવો.
ટીપ્સ અને વિવિધતા:
- ખીરાથી ભરેલી થાળી રાખતા પહેલા ધ્યાન રહે કે ઢોકળા પકાવવાનું વાસણ બરાબર ગરમ હોય (ઓછામાં ઓછી ૪-૫ મિનિટ) નહીતર ઢોકળા પકાવવા માટે વધારે સમય લાગશે અને સ્પંજી પણ નહીં થાય.
- તમે (આપેલા ખીરાની માત્રા માટે) બેચોમાં ઢોકળા તૈયાર કરવા ઈચ્છો છો, તો નીચે આપેલી વિધિને અનુસરો.
- ઇનો ફ્રૂટ સોલ્ટ નાખ્યા વગર જ ખીરું તૈયાર કરો અને બે બરાબર ભાગોમાં વિભાજિત કરી લો.
- એક ભાગમાં ૧/૨ ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ નાખીને એક મિનિટ માટે બરાબર મિક્ષ કરો અને તરત જ તેલ લગાવેલી થાળીમાં નાખોં.
- જ્યારે પહેલી બેચ ચડી જાય ત્યારે વધેલા ખીરામાં ૧/૨ ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ નાખીને તેને પણ ઉપર આપેલી સૂચના અનુસાર જ પકાવો.
- ઇનો ફ્રૂટ સોલ્ટ નાખ્યા પછી ખીરાને બરાબર મિક્ષ કરીને તરત જ પકવવા મૂકો નહીતર ઢોકળા સ્પંજી નહીં બને.
- તેને સ્પંજી બનાવવા માટે મધ્યમ આંચ પર વરાળમાં પકાવો. જો તમે તેને ઊંચી આંચ પર વરાળમાં પકાવશો તો તે અંદરથી કાચા રહેશે.
- અમીરી ખમણ બનાવવા માટે ઢોકળાનો ચૂરો કરી લો. તેની ઉપર વઘાર નાખોં અને સેવ, દાડમના દાણા અને કાજુ છાંટો. તેને બરાબર મિક્ષ કરો અને પીરસો.
https://youtu.be/sSXlfyl4cZw?si=KVy80VQnzYqwAKbe
Add comment